Posts

Showing posts from September, 2022

શુ હોય છે દયા અરજી ? જાણો વકીલશ્રી ભૂપત મકવાણા સાથે

શુ હોય છે દયા અરજી , જાણો તેની સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો નિર્ભયા ગેંગરેપ કેસના આરોપિયોને ફાંસીની સજા કરવામાં આવતા દેશભરમાં શાંતિ પ્રસરી ગઇ છે. ત્યારે દયા અને ક્ષમાની વિનંતીઓનો સિલસિલો શુરૂ થયો જે હજુ પણ ચાલું છે. જોકે તિહાડ જેલમાં ફાંસીની તૈયારીઓ પુરી થઇ ગઇ છે ત્યારે આરોપિયાઓ દયાનો સહારો લઇ જીંવન લંબાવી રહ્યા છે. નિર્ભયાના બે ગુનેગારો વિનય શર્મા અને મુકેશ કુમારે રોગનિવારક અરજી (સુધારાત્મક અરજી) દાખલ કરી હતી જે નકારી દીધી હતી. આ સાથે હાઈકોર્ટે મુકેશના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવતી અરજી પણ સ્થગિત કરી દીધી હતી. હવે તેમના માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવાનો રસ્તો બાકી રહ્યો ત્યારે એક આરોપી પવન ગુપ્તાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે દયાની અરજી અને તેની પ્રક્રીયા શુ હોય છે. ? ભારતીય સંવિધાન મુજબ આર્ટીકલ 72 માં રાષ્ટ્રપતિ દ્વારા ગુનેગારને માફ કરવાની સત્તા આપી છે. જેના આધારે નિર્ણય લઇ શકાય છે. શું છે દયાની અરજી ? ગમે તે અપરાધમાં જો મૃત્યુદંડ મળ્યો હોય તો સજા ઓછી કરવા , દંડની અવધિ ઘટાડવા અથવા સજા માફ કરાવવા માટે આરોપી દયા અરજી કરી શકે છે...