પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ બાબતે આવું કહેવું છે

 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ માટે પૂર્વમાં ભલે સહમતી હોય પણ ભવિષ્યમાં તે દર વખતે લાગૂ પડતી નથી. પછી ભલે ને અગાઉ સહમતીથી બંને વચ્ચે બંધાયા કેમ ન હોય.


એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જસ્ટિસ વિવેક પુરીએ કહ્યું કે, ના તો મતલબ ના છે. પછી ભલેને શરૂઆતમાં હા કેમ ન પાડી હોય.


તેમણે કહ્યું કે, સહમતિ પાછી લેવી પૂર્વમાં આપેલી સહમતીને ખતમ કરી દે છે એટલા માટે બળજબરીપૂર્વક યૌન સંબંધ બનાવવું અસહમતિથી બનેલા સંબંધો કહેવાશે, જે આઈપીસીની કલમ 376 (બળાત્કાર) અંતર્ગત દંડાત્મક છે. 

જસ્ટિસ પુરીએ આ ટિપ્પણી એવા મામલામાં આપી છે, જ્યાં 35 વર્ષિય એક છૂટાછેડાવાળી મહિલાને એક શખ્સે તેની મરજી વિરુદ્ધ યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે.


આ શખ્સ અગાઉ મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યો છે.


મામલાની અરજી દાખલ કરનારા આરોપીના વકીલે તર્ક આપ્યો હતો કે, મહિલાએ પ્રેમ સંબંધમાં નિષ્ફળ જતાં બળજબરીપૂર્વક વસૂલીના ઈરાદા સાથે આ કેસ દાખલ કર્યો છે અને બંને લોકો પૂર્વમાં સહમતિથી બનેલા સંબંધોના આધારે મામલો બનાવાની કોશિશ કરી.


જસ્ટિસ પુરીએ એવું કહીને આ વાતનો જવાબ આપ્યો કે, એ સાચુ છે કે, કાયદામાં લિવ ઈન રિલેશનશિપની માન્યતા આપવામાં આવી છે અને કાયદો મહિલાઓને પોતાના હિસાબે યૌન સંબંધ બાંધવાના અધિકારનો પણ સ્વિકાર કરે છે.


જસ્ટિસ પુરીએ કહ્યું કે, આ ધારણા જો બે લોકો વચ્ચે કોઈ પણ કારણથી પૂર્વમાં સહમતિથી યૌન સંબંધ બન્યા છે તો આવા સમયે પૂર્વમાં બનેલા યૌન સંબંધો ભવિષ્ય માટે લાગૂ માની શકાય નહીં. એનો અર્થ એવો ન લગાવી શકાય કે, આરોપીને હંમેશા માટે અરજીકર્તાનું શૌષણ કરવાનો અધિકાર મળી ગયો છે.


આરોપીએ પોતાના દાવાની પુષ્ટિ માટે બંને વચ્ચે પૂર્વમાં સહમતિથી સંબંધ બન્યા છે, તેના માટે કોર્ટમાં બંને પક્ષની તસ્વીરો પણ રજૂ કરી.


જો કે, કોર્ટે કહ્યું કે, તસ્વીરો ફક્ત એ સાબિત કરી શકે છે કે, બંને પક્ષ એક બીજાને જાણે છે પણ પ્રથમ દ્રષ્ટિએ તેને એવું માની શકાય નહીં કે તેને આરોપી સાથે સહમતી હતી.


જસ્ટિસ પુરીએ કહ્યું કે, મહિલા દ્વારા દાખલ કરવામા આવેલી ફરિયાદમાં સહમતિનો કોઈ ઉલ્લેખ નથી. તેમાં બળજબરી પૂર્વક સંબંધનો આરોપ લગાવ્યો છે.


તેમણે કહ્યું કે, તપાસ પુરી થઈ ગઈ છે અને ચલણ રજૂ થઈ ચુક્યું છે. વકીલોની તપાસ હજૂ બાકી છે અને તે પુરા થતાં જ આરોપ નક્કી કરવામાં આવી શકે છે. આ સાથે જ કોર્ટે આરોપીની અરજી રદ કરી દીધી હતી 


advocate bhupat makwana

Comments

Popular posts from this blog

વિશાખા v/s. રાજસ્થાન રાજ્ય કેસ વિશ્લેક્ષણ

આમુખ વિશે આટલું જાણો

બાળ મજૂરી વિષે ટૂંકી સમજ