બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. વિગતવાર સમજુતી
બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો. 2020 ના આંકડા પર નજર નાખીએ તો... દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં બીજા નંબરે હતું. 3,71,503 ઘટનામાં મહિલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા. સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર થાય છે , તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે ? જવાબ: ભારતીય દંડસંહિતા , એટલે કે IPC માં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે , ધરપકડ કરવામાં આવશે અને પછી સજા કરવામાં આવશે , પરંતુ સૌથી જરૂરી છે કે મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે. સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ બળાત્કારીઓને છોડવાના નિર્ણય...