બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. વિગતવાર સમજુતી
બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ
ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2
અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત
કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત
અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો.
2020ના આંકડા પર નજર નાખીએ તો...
- દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા.
- રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના
કેસ નોંધાયા છે.
- ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં
બીજા નંબરે હતું.
- 3,71,503 ઘટનામાં મહિલા
વિરુદ્ધ ગુના નોંધાયા હતા.
સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર
થાય છે, તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે?
જવાબ: ભારતીય દંડસંહિતા, એટલે કે IPCમાં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં
આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ
બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે, ધરપકડ કરવામાં
આવશે અને પછી સજા કરવામાં આવશે, પરંતુ સૌથી જરૂરી છે કે
મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે.
સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ
બળાત્કારીઓને છોડવાના નિર્ણયને પડકારી શકે છે?
જવાબ: હા, મહિલાઓ પણ પડકારી શકે છે. રી-પિટિશન,
એટલે કે રિવ્યુ પિટિશન ફાઇલ કરી શકાય છે. એને હાઈકોર્ટ અને સુપ્રીમ
કોર્ટ બંનેમાં પડકારી શકાય છે.
- રાજ્યની નીતિમાં જે મુજબ જોગવાઈ
છે એ મુજબ એ નક્કી કરવામાં આવે છે કે ગુનેગારોને 14 વર્ષની સજા પૂરી કર્યા પછી છોડી શકાય કે નહીં.
- સજા માફીની નીતિ કેન્દ્ર સરકારની
છે,
પરંતુ એમાં બળાત્કારીને નિર્દોષ છોડવાની કોઈ જોગવાઈ નથી.
રાજ્યની નીતિમાં બળાત્કારના ગુનેગારને નિર્દોષ છોડવાની કોઈ જોગવાઈ નથી.
- બિલ્કિસ બાનો કેસમાં જેઓ છૂટી
ગયા હતા તેમણે 3
વર્ષની બાળકીની માથામાં મારીને હત્યા કરી હતી. મહિલા પર
સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હતી. આ કેસમાં
હાલના કાયદા મુજબ દોષિતોને નિર્દોષ છોડવાની કોઈ જોગવાઈ ન હતી, પરંતુ ગુજરાત સરકારે 1992ના કાયદાનો આશરો લઈને
દોષિતોને છોડી દીધા હતા.
સવાલ: જો બળાત્કાર પીડિતા ગુનેગારની
મુક્તિને કોર્ટમાં પડકારવા ન માગતી હોય તો શું તેના વતી અન્ય કોઈ પડકારી શકે?
જવાબ: હા, આવા કેસો જાહેરહિતની અરજી, એટલે કે PIL છે, તેથી કોઈપણ
એને PIL ( પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) હેઠળ પડકારી શકે છે.
સવાલ: ધારો કે સુપ્રીમ કોર્ટ પણ
હાઈકોર્ટની જેમ પીડિતાની અરજી ફગાવી દે તો પીડિતા પાસે વિકલ્પ શું છે?
શું ફરી અરજી દાખલ કરી શકાય? શું રાષ્ટ્રપતિને
અપીલ કરી શકાય?
જવાબ- બિલ્કિસ બાનોના કેસથી સમજીએ તો હાઈકોર્ટે આમાં સજા આપી હતી.
બિલ્કિસ બાનો પાસે રાજ્યની નીતિને પડકારવાનો અધિકાર છે. આ આધાર પર રાજ્યની નીતિના
પ્રોવિઝન હિસાબથી જઘન્ય અપરાધ કરનારા આરોપીને છોડી શકાય નહીં. તો બીજી તરફ
રાષ્ટ્રપતિ પાસે ફક્ત આરોપી જ દયા અરજી કરી શકે છે. પીડિતા પાસે રાષ્ટ્રપતિ પાસે
જવાનો કોઈ અધિકાર નથી.
ચાલો... આપણે આ ત્રણને વિગતે સમજીએ...
PIL ( પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) એટલે કે
જાહેરહિતની અરજી
- આ એક પ્રકારનો મુકદ્દમો છે, જે જાહેરહિતના રક્ષણ માટે દાખલ કરવામાં આવે છે.
- કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ એને
ફાઇલ કરી શકે છે.
- કોઈપણ મૂળભૂત અથવા ધાર્મિક
અધિકારોના ઉલ્લંઘન માટે કાનૂની ઉપાયો માગી શકાય છે.
- સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને
ભારતના બંધારણની કલમ 226
અને કલમ 32 હેઠળની પરિસ્થિતિના આધારે
જાહેરહિતની અરજી (PIL) પર વિચાર કરી શકે છે.
રિવ્યુ પિટિશન (પુનર્વિચાર અરજી)
- બંધારણની કલમ 137 મુજબ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સત્તા
આપવામાં આવી છે.
- કોર્ટના નિર્ણય પર પક્ષ કોર્ટને
તેના આપેલા નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી શકે છે.
- તેના ફાઇલિંગ માટે સમય નક્કી
કરવામાં આવ્યો છે.
- જો રિવ્યુ પિટિશન દાખલ કરવાની
હોય તો એ ચુકાદાની તારીખથી 30 દિવસની અંદર કરવાની રહેશે.
ક્યુરેટિવ પિટિશન
- જ્યારે ગુનેગારની દયાની અરજી
રાષ્ટ્રપતિને મોકલવામાં આવે ત્યારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવે છે.
- જ્યારે રિવ્યુ પિટિશન સુપ્રીમ
કોર્ટમાં ફગાવી દેવામાં આવે છે ત્યારે તે દોષિત પાસે ક્યુરેટિવ પિટિશન સિવાય
બીજો કોઈ રસ્તો હોતો નથી.
- ક્યુરેટિવ પિટિશન દ્વારા જ તે
તેના માટે નક્કી કરાયેલી સજામાંથી બચવા વિનંતી કરી શકે છે.
- ક્યુરેટિવ પિટિશનમાં એકવાર
ચુકાદો આવી જાય પછી એમાં ગુનેગારના બચાવના તમામ રસ્તા બંધ થઈ જાય છે.
સવાલ: જો કોઈ વ્યક્તિ બળાત્કાર
પીડિતાની ઓળખ છતી કરે છે, તો તેના માટે કોઈ
સજા છે કે નહીં?
જવાબ: જો કોઈ વ્યક્તિ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરે છે તો તેના
માટે પણ કાયદો છે. તેની સામે 288A હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
હવે પીડિત મહિલાના મેડિકલ ટેસ્ટ
અંગે આ છે નિયમ
- 1997માં બનેલા કાયદા અનુસાર,
રેપ પીડિતાની મેડિકલ તપાસ માત્ર ને માત્ર મહિલા ડૉક્ટર જ કરી
શકે છે.
- મહિલા ડોકટરોની અછતને જોતાં 2005માં ફરીથી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો.
- હવે મહિલા કે પુરુષ અને કોઈપણ
વિષયના રજિસ્ટર્ડ તબીબી ડૉક્ટર મેડિકલ તપાસ કરી શકે છે. આ માટે પીડિતાની
પરવાનગી જરૂરી હોય છે.
- જ્યારે પુરુષોની મેડિકલ તપાસનો
વિરોધ થયો ત્યારે એમાં પણ પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
- સ્વાસ્થ્ય મંત્રાલયે બળાત્કાર
પીડિતાના ટુ ફિંગર ટેસ્ટ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
- નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે
કે તમામ હોસ્પિટલોમાં બળાત્કાર પીડિતો માટે એક ખાસ રૂમ હશે, જેમાં તેમનો ફોરેન્સિક અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
બળાત્કારના કાયદાનો છે આ ઇતિહાસ
- 1960માં ભારતીય દંડસંહિતામાં
બળાત્કારને અપરાધની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો.
- આ પહેલાં આખા દેશમાં બળાત્કારને
સંબંધિત કાયદાઓ અલગ-અલગ હતા.
- Charter Act, 1833 અમલમાં
આવ્યા પછી ભારતીય કાયદાઓને સંહિતા બનાવવાનું કામ શરૂ થયું.
- એ સમયે બ્રિટિશ સંસદે લોર્ડ
મેકોલેની અધ્યક્ષતામાં પ્રથમ કાયદાપંચની રચના કરી હતી.
- કમિશને ફોજદારી કાયદાઓને બે
ભાગમાં સંહિતા બનાવવાનો નિર્ણય કર્યો.
- પહેલો ભાગ ભારતીય દંડસંહિતા એટલે
કે IPC
અને બીજો ભાગ ક્રિમિનલ પ્રોસિજર કોડ, એટલે
કે CrPC બન્યો.
- IPC હેઠળના ગુનાઓ સંબંધિત
નિયમો વ્યાખ્યાયિત અને સંકલિત કરવામાં આવ્યા હતા. એ ઓક્ટોબર 1860માં ઘડવામાં આવ્યો હતો, પરંતુ 1 જાન્યુઆરી 1862ના રોજ અમલમાં આવ્યો હતો.
- CrPC એ ફોજદારી અદાલતોની
સ્થાપના અને ગુનાની સુનાવણી તથા ટ્રાયલની પ્રક્રિયા વિશે છે.
- આઈપીસીની કલમ 375એ બળાત્કારની વ્યાખ્યા કરી અને એને સજાપાત્ર અપરાધ બનાવ્યો.
- આઈપીસીની કલમ 376માં બળાત્કારના ગુના માટે ઓછામાં ઓછી સાત વર્ષથી અને વધુમાં વધુ
આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આઈપીસી હેઠળ બળાત્કારની પરિભાષામાં
આ ત્રણ વાતને સામેલ કરવામાં આવી છે
- પુરુષ જયારે મહિલાની સહમતી વગર
શારીરિક સંબંધ બાંધે છે.
- જ્યારે હત્યા કે ઇજા પહોંચાડવાની
ધમકી આપીને શારીરિક સંબંધ બાંધવામાં આવે.
- 18 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ
સાથે સહમતી કે સહમતી વગર શારીરિક સંબંધ બાંધવો.
Comments