Posts

શુ હોય છે દયા અરજી ? જાણો વકીલશ્રી ભૂપત મકવાણા સાથે

શુ હોય છે દયા અરજી , જાણો તેની સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો નિર્ભયા ગેંગરેપ કેસના આરોપિયોને ફાંસીની સજા કરવામાં આવતા દેશભરમાં શાંતિ પ્રસરી ગઇ છે. ત્યારે દયા અને ક્ષમાની વિનંતીઓનો સિલસિલો શુરૂ થયો જે હજુ પણ ચાલું છે. જોકે તિહાડ જેલમાં ફાંસીની તૈયારીઓ પુરી થઇ ગઇ છે ત્યારે આરોપિયાઓ દયાનો સહારો લઇ જીંવન લંબાવી રહ્યા છે. નિર્ભયાના બે ગુનેગારો વિનય શર્મા અને મુકેશ કુમારે રોગનિવારક અરજી (સુધારાત્મક અરજી) દાખલ કરી હતી જે નકારી દીધી હતી. આ સાથે હાઈકોર્ટે મુકેશના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવતી અરજી પણ સ્થગિત કરી દીધી હતી. હવે તેમના માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવાનો રસ્તો બાકી રહ્યો ત્યારે એક આરોપી પવન ગુપ્તાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે દયાની અરજી અને તેની પ્રક્રીયા શુ હોય છે. ? ભારતીય સંવિધાન મુજબ આર્ટીકલ 72 માં રાષ્ટ્રપતિ દ્વારા ગુનેગારને માફ કરવાની સત્તા આપી છે. જેના આધારે નિર્ણય લઇ શકાય છે. શું છે દયાની અરજી ? ગમે તે અપરાધમાં જો મૃત્યુદંડ મળ્યો હોય તો સજા ઓછી કરવા , દંડની અવધિ ઘટાડવા અથવા સજા માફ કરાવવા માટે આરોપી દયા અરજી કરી શકે છે...

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. વિગતવાર સમજુતી

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારીને દોષિતોને છોડી મૂકવા મામલે જવાબ માગ્યો છે. આ અંગેની સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. જ્યારથી બિલ્કિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી ઘણી મહિલાઓનો સવાલ હતો કે કાયદા અને બળાત્કાર સંબંધિત અન્ય માહિતી વિશે પણ વિગતવાર માહિતી જણાવો. 2020 ના આંકડા પર નજર નાખીએ તો... દેશમાં દરરોજ બળાત્કારના 77 કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બળાત્કારના કેસમાં બીજા નંબરે હતું. 3,71,503 ઘટનામાં મહિલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા. સવાલ : જો કોઈ છોકરી પર બળાત્કાર થાય છે , તો કાયદાની દૃષ્ટિએ તેની પાસે કયો વિકલ્પ છે ? જવાબ: ભારતીય દંડસંહિતા , એટલે કે IPC માં બળાત્કારીઓ માટે સજા નક્કી કરવામાં આવી છે. પીડિતા તે વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. આ બાદ બળાત્કારી પર કાર્યવાહી કરવામાં આવશે , ધરપકડ કરવામાં આવશે અને પછી સજા કરવામાં આવશે , પરંતુ સૌથી જરૂરી છે કે મહિલાએ આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે.   સવાલ : શું કોઈ સામાન્ય મહિલા પણ બળાત્કારીઓને છોડવાના નિર્ણય...

RTI application in gujarati formet by advocate bhupat makawana

Image
માહિતી મેળવવા માટેની અરજી પ્રતિ, જાહેર માહિતી અધિકારી, ………………………………………. , ………………………………………   1.       અરજદારનું નામ : 2.       પૂરું સરનામું : 3.       મોબાઈલ નંબર : 4.       Email ID :   જરૂરી માહિતીની વિગત:   ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ·           ……………………………………………………………………………………………………………………………… ( નોંધ તમારે જરૂર હોય તે માહિતી ઉપર લખીને માંગી શકો)   5.        માંગેલી માહિતીનો સમયગાળો :  30  દિવસ...

સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ

*સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબ ની અમૂલ્ય અને ઉપયોગી સલાહ.* ૧..... ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો.      તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે, તે હકીકત નું ભાન થાય છે. ૨.... તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં.  તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું દ્ઢ રીતે માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક ફક્ત ને ફક્ત તેની મા નો છે તમારો નહીં. ૩..... તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે,  એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં. એ યાદ રાખો.  ૪.....જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી ...