લગ્નની નોધણી
લગ્ન નોંધણી કરાવવાની એક્દમ સરળ રીત ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે આથી જ આપણા કાયદામા લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી છે. કોઇ પણ દંપતિ માટે લગ્ન રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. ભણેલા હોય કે અભણ તેમને તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજયમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઇઓનાં અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત જણાતા ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો છે. આજના યુવાધન માટે લગ્ન નોંધણી જરૂરી છે. લગ્ન નોંધણી ધ્વારા નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે છે. લગ્ન નોંધણી એ બહુ જ સરળ પ્રકિયા છે. મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની રીત: લગ્ન નોંધણી કરાવવા જવા માટે જરૂરી દસ્તાવેજો અને સૂચનો નીચે મુજબ છે. ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ (ઓનલાઇન ફોર્મ ઉપલબ્ધ છે.) વર કન્યાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્ની ખરી નકલ વર કન્યાના ચૂંટ્ણીકાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ વર તથા કન્યાના બંનેનાં બે બે પાસપોર્ટ સાઇઝ્ના ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો ગોર મહારાજનો દાખલો, કંકોત્રી ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ ગોર મહારાજ તેમજ...