બે ભાઇ વચ્ચેની વાર્તા
બે ભાઈ વચ્ચે કોર્ટ મા કેશ ચાલતો હતો બંન્ને ભાઈ એકજ બાઈક પર બેસી ને કોર્ટ મા જાય.મોટા ભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી એટલે આપણે એકજ બાઈક પર બેસી ને જઈએ એટલે ઞામને ખબર ના પડે કે આપણે બેય ભાઈ બોલતા નથી .નાનો ભાઈ કહે ભાઈ તમે કહો તેમ.પણ કેશ તો હુંજ જીતીશ મોટા ભાઈ કહે ભલે તું જીતે .પછી તો હર મહીને એકજ બાઈક પર બેસી ને કોર્ટ મા જાય .અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોર્ટ ની બહાર આવી ને એની ચપલ શોધે છે પણ મળતી નથી એટલે મોટા ભાઈ પુચ્છા કરે છે ભાઈ શું શોધે છે? ત્યારે નાના ભાઈએ કીધું ભાઈ મારા ચપ્પલ નથી મળતા આપણે અંદર ગયા ત્યારે અહીંજ કાઢી ને રાખ્યા હતાં. ત્યારે મોટા ભાઈ એ કહ્યું ભાઈ તારા ચપ્પલ મેં છાંયડે રાખ્યા છે હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તળકો આવી ગયો હતો એટલે મને થયું કે મારા ભાઈ ના પગ બળશે. એટલે મેં જઈને છાંયડે મુકયા છે..
ત્યારે નાના ભાઈએ કેશ ના કાગડીયા ફાળી નાખ્યા અને મોટા ભાઈ ને ભેટી પડયો .ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોર્ટ મા ભાઈ સાથે લડવા આવ્યો હતો.પણ આજે ખબર પડી કે જે ભાઈ મારા પગ નો બળવા દે એ કોઈ દિવશ મારા વિસે ખરાબ નો વિચારે અને ના ખરાબ બોલી શકે દુનિયા ગમે તેમ બોલે..
વાલા પણ ભાઈ ભાઈ હોય છે પછી સગો ભાઈ હોય કે સમાજનો ભાઈ...
વાર્તા નો ધ્યેય....
એક બનો નેક બનો☝🏽
..
Comments