મામેરાની રીત( એક નવી વિચારધારા)

 ✍️એક લગ્નપ્રસંગે ની વાત છે મામેરાની વિધિ વખતે મામેરું વધાવતી એક બેનની આંખોમાંથી આંસુ પડતા હતા. કારણ એ હતું કે આ બહેનના ભાઈ મામેરામાં જે લાવ્યા હતા એના કરતાં ઘણું વધારે બીજી બહેનોના ભાઈઓ લાવ્યા હતા. બહેનને આંસુ એટલે નહોતો આવ્યા કે ભાઈ ઓછું લાવ્યો છે પણ એ એટલે રડી રહી હતી કે બીજી બાઈઓ એના ભાઈનું સામાન્ય મામેરું જોઈને મજાક ઉડાવતી હતી.


મને લાગે છે કે આ મામેરાની વિધિ પિયારીયાની આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે આપે એની સામે વાંધો નથી પણ જે માંડમાંડ જીવન નિર્વાહ કરતા હોય એનું જાહેરમાં અપમાન કરવાની આ પરંપરા બંધ થવી જોઈએ. કોઈ એક જ ભાઈને ચાર-પાંચ બહેનો હોય તો એ બાપડાની શુ દશા થતી હશે એ તો બિચારો એ જ જાણે.


બહેનને કંઈ આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય ? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામને બતાવવાની શુ જરૂર ? સમય પ્રમાણે કેટલીક પરંપરાઓ બદલવાની જરૂર છે. મામેરું વધાવવાની વિધિને તિલાંજલિ આપીને ગરીબ બાપની દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેર અપમાન બંધ કરાવવા જેવું  ...

#એક_વિચારધારા_એક_નવીદિશા ....🙏


 *advocate bhupat*


Comments

Popular posts from this blog

વિશાખા v/s. રાજસ્થાન રાજ્ય કેસ વિશ્લેક્ષણ

આમુખ વિશે આટલું જાણો

બાળ મજૂરી વિષે ટૂંકી સમજ