10 મિનિટ બેસો
ગવર્મેન્ટ ખાતામાં ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે જીવન ખૂબજ મુશ્કેલ છે.
દારૂડીયાવ સાથે ૧૦ મિનિટ પહેલાં બેસો :
તમે અનુભવશો કે જીવન ખૂબ જ સરળ છે.
સાધુઓ અને સન્યાસી સાથે ૧૦ મિનિટ બેસો : તમને બધુ જ દાનમાં આપી દેવાનું મન થશે.
કોઈ નેતા સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારા બધા અભ્યાસો નકામા છે.
લાઇફ ઇન્સ્યુરન્સ એજન્ટ સાથે ૧૦ મિનિટ બેસો : તમને લાગશે કે જીવવા કરતા મરી જવું વધુ સારું છે.
વેપારીઓ સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારી કમાણી ખૂબ ઓછી છે.
વૈજ્ઞાનિકો સાથે ૧૦ મિનિટ બેસો :
તમે તમારી પોતાની જ અજ્ઞાનતાનું પ્રચંડ અનુભવ થશે.
સારા શિક્ષકો સાથે ૧૦ મિનિટ બેસો :
તમને ફરીથી વિદ્યાર્થી બનવાની ઇચ્છા થશે.
ખેડૂત અથવા કામદાર સાથે ૧૦ મિનિટ બેસો : તમને લાગશે કે તમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે.
સૈનિક સાથે ૧૦ મિનિટ બેસો : તમને લાગશે કે તમારી પોતાની સેવાઓ અને બલિદાનનું કંઈજ મહત્વ નથી.
*એક સારા મિત્ર સાથે ૧૦ મિનિટ બેસો :*
*તમને લાગશે કે તમારું જીવન સ્વર્ગ છે.*
તમારી સાથે કેવી કંપની છે, એ મહત્વનું છે.
Comments