IPC 1860 પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5)
ભારતીય ફોજદારી અધિનિયમ, 1860
The Indian Penal Code, 1860
●IPC ઘડનાર : લોર્ડ મેકોલે
●IPC મુસદ્દો તૈયાર થયો : ઇ.સ.1837
●IPC પસાર થયો : 6 ઓક્ટોબર, 1860
●IPC પસાર કરનાર ગવર્નર : લોર્ડ કેનિંગ
●IPCમાં કુલ કલમ : 511
●IPCમાં પ્રકરણ : 23
●લોર્ડ મેકોલે ભારતના સ્વતંત્રતા પહેલા રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5)
●કલમ - 1 : અધિનિયમ (સંહિતા)નું નામ અને તેના અમલનો વિસ્તાર
✔️આ 'ભારતનો ફોજદારી અધિનિયમ' કહેવાશે અને તે સમગ્ર ભારતમાં લાગુ પડશે.
●કલમ - 2 : ભારતમાં થયેલા ગુનાની શિક્ષા
✔️કોઈપણ જાતના ભેદભાવ વગર લાગુ પડશે.
✔️ભારતમાં કરેલ કોઇપણ ગુનો પછી ભલે તે વિદેશી વ્યક્તિ દ્વારા પણ થયો હોય.
✔️દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઈલ સુધી રાજ્યની હકૂમત અને 200 નોટિકલ માઈલ સુધી કેન્દ્ર સરકારની હકૂમત રહેશે.
●કલમ - 3 : ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા :
✔️ભારત બહાર જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો કદાચ તે દેશમાં તેને ગુનો ન ગણાય પરંતુ ખોટો પુરાવો આપવા બાબત IPCની કલમ 191 મુજબ ગુનો છે તો તેના પર ભારતીય અદાલતમાં ઇન્સાફી કાર્યવાહી કરી શકાય.
●કલમ - 4 : રાજ્યક્ષેત્રના બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પાડવા અંગે
✔️જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં ખૂન કરે તો ભારતમાં જે સ્થળેથી પત્તો મળે તે સ્થળે તેના પર ખૂનની ઇન્સાફી કાર્યવાહી થાય અને દોષિત ઠેરવી શકાય.
●કલમ - 5 : અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર નહીં થાય (મુક્ત રખાયો છે):
✔️ભારત સરકારના અધિકારીઓ, સૈનિકો, નાવિકો, વિમાનીઓ બંડ કરે અથવા ફરજ છોડી ચાલ્યા જાય તેને શિક્ષા કરવા થયેલા અધિનિયમ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને આ અધિનિયમ અસર નહીં કરે.
By
#kundieditz
lawyer bhupat makwna
Comments