CJI વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદોની ટિપ્પણીથી SC દુખી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનાર આ પ્રકારની વાતો કરે છે, જ્યારે મહાભિયોગ પર કોઈપણ બિંદુને જાહેર કરવામાં આવતા નથી.
નવી દિલ્હીઃ સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ની વિરુદ્ધ મહાભિયોગ પર સાંસદો દ્વારા આપવામાં આવતા જાહેર નિવેદનો ચિંતાજનક છે. એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. તેની થોડી કલાકો બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પદથી હટાવવા માટે તેમના પર મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવની નોટિસ રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂને સોંપી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદાની જાણકારી રાખનારા આ પ્રકારની વાતો કરે છે. જ્યારે મહાભિયોગને લઈને કોઈપણ બિંદુને જાહેર કરી શકાતા નથી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની એક પીઠે આ મુદ્દા પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલના સૂચન માંગ્યા છે. જસ્ટિસ સિકરીએ એટોર્ની જનરલને કહ્યું કે, તેઓ આ પ્રકારની નિવેદનબાજીથી ખુબ પરેશાન છે.
કોર્ટની આ ટિપ્પણી એક એનજીઓની અરજી પર સુનાવણી દરમિયાન આવી છે. ઉલ્લેખનીય છે કે, એક એનજીઓ તરફથી વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોડાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરતા મહાભિયોગ પર સાંસદોની જાહેરમાં ટિપ્પણી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યું કે, તે આ ટિપ્પણીઓતી દુખી છે, પરંતુ કોઈના નિવેદન પર પ્રતિબંદ નહીં લગાવે. પોતાની વાત રાખવા માટે તમામ સ્વતંત્ર છે. કોર્ટે કહ્યું કે, આ મામલા પર એટોર્ની જનરલની મદદ માંગવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે મીડિયાના મામલામાં પણ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેમાં મીડિયા દ્વારા ન્યાયાધીશોને હટાવવાના વિચાર-વિમર્શ પર રિપોર્ટિંગ કરવામાં આવે છે.

Comments