પતિએ પોતાનું ઘર છોડવું પડશે, પ્રોટેક્શન ઓર્ડર દ્વારા પતિને છોડવું પડી શકે છે ઘર, જાણો શું કહે છે કાયદો
પતિએ
પોતાનું ઘર છોડવું પડશે, પ્રોટેક્શન ઓર્ડર દ્વારા
પતિને છોડવું પડી શકે છે ઘર, જાણો શું કહે છે કાયદો
જો ઘરમાં શાંતિ રાખવા ઇચ્છતા હોય તો પતિને
ઘરમાંથી બહાર નીકળવાનો જ એક માત્ર રસ્તો છે. બધી કોર્ટે આ પ્રકારનો આદેશ આપવો
જોઈએ. ભલે પતિ પાસે બીજું કોઈ ઘર ન હોય ઘરેલુ હિંસાની ઘટનામાં મદ્રાસ હાઇકોર્ટે
હાલમાં જ આ વાત કહી છે. તો બીજી તરફ પતિએ દાવ કર્યો હતો કે, તે એક સારો પતિ છે. કોર્ટે
પતિને ઘરમાં શાંતિ જાળવી રાખવા કહ્યું હતું. પત્ની આ હુકમ સાથે સહમત ન હતી. તેમણે
આ અંગે બીજી અરજી દાખલ કરી હતી. જજ મંજુલાએ આ અરજીને મંજૂરી આપી હતી અને પતિને બે
અઠવાડિયામાં ઘર છોડી દેવાનો આદેશ આપ્યો હતો.
હવે ફેમિલી અને ક્રિમિનલ લો એક્સપર્ટ્સ એડવોકેટ
સચિન નાયક જણાવે છે કે, કોર્ટ
ક્યારે અને કયા સંજોગોમાં આ પ્રકારનો નિર્ણય આપી શકે છે.
સવાલ : આ સ્થિતિમાં
મહિલાની જેમ કોઈ પણ ઘરેલુ મહિલા પોતાના પતિને ઘરની બહાર કાઢી મૂકવા માટે કોર્ટમાં
અપીલ કરી શકે છે?
જવાબ : હા, પછી તે ઘરેલુ મહિલા હોય કે પછી
નોકરી કરતી મહિલાને જો તેનો પતિ ઘરેલું હિંસા કરી રહ્યો છે, તો
તે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે અને અપીલ કરી શકે છે. જો મહિલા કોર્ટમાં પોતાની
વાત સાબિત કરે છે. તો Domestic violence Act 2005ની કલમ 19B
હેઠળ કોર્ટ પણ આદેશ આપી શકે છે કે પતિ, તેની
પત્ની અને બાળકને નવું ઘર મળવું જોઈએ. જો તે આવું ન કરી શકે તો જાતે જ ઘર છોડીને
ચાલ્યા જાવ.
ઘણા પતિ કે સાસરિયાઓ લગ્ન પછી ક્યારેક દહેજ માટે
તો ક્યારેક દીકરીના જન્મને કારણે મહિલાઓને ટોર્ચર કરે છે. આ સ્થિતિમાં દેશમાં
વિવાહિત મહિલાઓ માટે કેટલાક કાયદા છે, જેના વિશે તમારે જાણવું જરૂરી છે.
સવાલ : આ મામલે કોર્ટે
કહ્યું છે કે, જો
પતિના કારણે પારિવારિક વાતાવરણ બગડે છે તો પતિને પ્રોટેક્ટિવ ઓર્ડર હેઠળ ઘરમાંથી
બેઘર બનાવી શકાય છે. પ્રોટેક્શન ઓર્ડર કોને કહેવામાં આવે છે?
જવાબ : પ્રોટેક્શન ઓર્ડરને સમજવા માટે નીચેના વીડિયો પર ક્લિક કરો,
જેમાં એડવોકેટ સચિન નાયકે તેના વિશે સારી રીતે ખુલાસો કર્યો છે.
સવાલ : આ કેસમાં પત્નીએ
છૂટાછેડા માટે અરજી કરી હતી, પતિએ નહીં. છૂટાછેડા કેવી રીતે થઈ શકે?
જવાબ : પટિયાલા હાઉસ કોર્ટના એડવોકેટ સીમા જોશી કહે છે કે, આ સ્થિતિમાં પત્નીને વિવાદિત છૂટાછેડા મળી શકે છે. તેને એકતરફી છૂટાછેડા પણ
કહેવામાં આવે છે. એવામાં કોર્ટ પત્ની પાસે પુરાવા માગી શકે છે કે તે પતિથી કેમ અલગ
થવા કેમ ઈચ્છે છે.
હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13માં સ્પષ્ટપણે છૂટાછેડાના આધાર વિશે જણાવવામાં આવ્યું છે.
8 વાતોના આધાર પર પતિ અથવા પત્ની એકતરફી છૂટાછેડાની
માગ કરી શકે છે. પતિ અથવા પત્ની એકબીજાનો વિશ્વાસઘાત કરીને કોઈ ત્રીજા વ્યક્તિ
સાથે સંબંધ રાખે. પતિ અથવા પત્ની પૈકી કોઈ એક દ્વારા શારીરિક હિંસાનો દોષિત હોય.
એકબીજા સાથે માનસિક હિંસા કરવામાં આવી હોય. લગ્ન બાદ પતિ અથવા પત્ની 2 વર્ષથી વધુ સમયથી સાથે ન રહેતા હોય. ધર્મપરિવર્તન માટે મજબૂર કરવામાં આવે
તો પણ છૂટાછેડા મળી શકે છે. જો બંનેમાંથી કોઈ એક સંન્યાસ લે તો પણ છૂટાછેડા મળી
શકે છે. કોઈ એક પાર્ટનર સાત વર્ષથી ગુમ અને બીજા પાર્ટનરને આ અંગે કોઈ જાણકારી ન
હોય ત્યારે. કોઈ ગંભીર બીમારી હોય તો તે કિસ્સામાં પણ છૂટાછેડા મળી શકે છે.
આવો જાણીએ આ સમગ્ર
કેસમાં મહિલાના પતિએ શું કહ્યું
પતિએ દાવો કર્યો હતો કે તે એક સારો પતિ અને પિતા
છે. તેની પત્નીને ઘરમાં રહેવું પસંદ નથી. તે મોટાભાગના પ્રસંગોએ ઘરની બહાર જાય છે.
એક આદર્શ માતા તે છે જે હંમેશાં ઘરે જ હોય છે અને ઘરનું કામ કરે છે. પત્ની વકીલ છે, તેથી તે તેને કોર્ટમાં લઇ ગઈ
છે.
Comments