પતિ સાધુ બન્યો હોવા છતાં ન થયા છૂટાછેડા, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પત્ની માટે સિંદૂરનો સહારો જરૂરી

થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની છેલ્લાં 18 વર્ષથી અલગ રહેતા હતા. 2008માં કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આ અરજીને નકારી દીધી હતી. આ બાદ આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં છૂટાછેડા ની અરજી મંજુર કરી દીધી હતી. પત્ની છૂટાછેડા લેવા ઇચ્છતી ન હતી, તેથી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. 18 ઓગસ્ટ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે પત્નીને પક્ષે ચુકાદો આપીને છૂટાછેડા રદ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટનો શું તર્ક છે?

કેટલીકવાર મહિલાઓ માટે પરિણીત હોવું વધુ જ
રૂરી હોય છે. તે તેના પતિથી અલગ રહેતી હોવા છતાં પણ તેના નામનું સિંદૂર લગાવીને આખી જિંદગી પસાર કરી શકે છે. આ કિસ્સામાં મહિલા પોતે પરિણીત રહેવા ઈચ્છે છે. તેથી આ બે બાબતોને ધ્યાનમાં રાખીને દંપતીના છૂટાછેડા રદ કરવામાં આવે છે.

અગાઉ અનેકવાર એકતરફી છૂટાછેડા વિશે વાત કરી છે. આજે આપણે વાત કરીશું છૂટાછેડાના એ પાસાઓ વિશે વાત કરીશું જ્યારે પતિનો પરિવાર પ્રત્યેનો મોહભંગ થઈ ગયો હોય. પતિ-પત્ની પૈકી એક સાથે રહેવા માગે છે, પરંતુ બીજું સાથે રહેવા ઇચ્છતું નથી.

જાણો સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત કેંજલે, ઝાંસીના એડવોકેટ અજય કુમાર અને દિલ્હીના એડવોકેટ અમિત મલિક આપશે આ તમામ સવાલના જવાબ...

  

છૂટાછેડાના આ કેસમાં પતિની બીજી દલીલ વાંચો
પતિ હવે સાધુ બની ગયો છે અને તેને ગૃહસ્થ જીવન સાથે કોઈ મતલબ નથી. તેણે બધું જ છોડી દીધું છે.

આ બાબતે સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો હતો કે, જો પતિ સાધુ બની ગયો છે, તો છૂટાછેડાથી કોઈ મતલબ નથી.

આ સ્થિતિમાં સવાલ થાય છે કે...
જો પતિ સાધુ બની જાય અને કોર્ટમાંથી એકતરફી છૂટાછેડા થાય તો, પત્નીને ભરણપોષણ મળશે કે નહીં?
જવાબ : હા, આ સ્થિતિમાં પત્નીને ભરણપોષણ મળશે.

ભરણપોષણને આ રીતે સમજો

હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 24 મુજબ, જો પતિ કે પત્ની પાસે પોતાના જીવનનિર્વાહ માટે આવકનું કોઈ સાધન ન હોય તો વચગાળાના ભરણપોષણ માટે પણ દાવો કરી શકે છે. વચગાળાના ભરણપોષણનો અર્થ એ છે કે, જ્યાં સુધી છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી એક પક્ષ બીજાને ખર્ચ માટે ભરણપોષણ આપશે.

એક્ટ 25-
જો પતિ કે પત્ની પૈકી કોઈ એક પોતાના ખર્ચાઓને પહોંચી ન શકતા હોય તો તો કાયમી ભરણપોષણનો દાવો કરી શકે છે. કાયમી ભરણપોષણ એટલે છૂટાછેડા પછી મળતો જીવનભરનો ખર્ચ.

ભરણપોષણ પત્ની અને બાળક બંનેને મળી શકે છે. પરિસ્થિતિ અનુસાર, કોર્ટ ભરણપોષણની રકમમાં વધારો-ઘટાડો કરી શકે છે.

 

સવાલ : સાધુ બનેલા પતિના છૂટાછેડા થઈ ગયા છે, તો પછી બાળકોનો ખર્ચ કોણ આપશે?
જવાબ : આ સ્થિતિમાં બાળકોનો ખર્ચ પણ પતિ એટલે કે બાળકનો પિતા જ આપશે. જ્યાં સુધી બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી ખર્ચ આપવામાં આવે છે. જો સંતાનમાં દીકરી હોય તો સાધુ બનેલા પિતાએ તેના લગ્ન ન થાય ત્યાં સુધી ખર્ચ ઉઠાવવો પડશે.

સવાલ : તે એકતરફી છૂટાછેડાનો મામલો હતો, તો શું તેના સંબંધિત નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે?
જવાબ : નહીં, એકતરફી છૂટાછેડાને લઈને જે નિયમ હતા તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કાયદાકીય વાત તો થઇ ગઈ, પરંતુ સામાજિક રીતે કેવી રીતે જોઈ શકાય?
છૂટાછેડાને રદ કરતી વખતે કોર્ટે સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. સ્ત્રીઓ માટે સિંદૂર કેમ આટલું મહત્વનું છે?

બાળકો અને મહિલા કાઉન્સેલરના શ્રેયા માખીજા કહે છે કે…
મેગા સિટીમાં સિંદૂર વિશે બહુ સવાલ-જવાબ નથી. પરંતુ ગામડાઓમાં આ વિશે ઘણી ચર્ચા કરવામાં આવે છે. આ મહિલાઓએ સમજવું પડશે કે તેમના માટે શું વધુ મહત્વનું છે. એટલે કે જો તે તેના પતિ અને તેના પરિવારમાં રહી શકતી ન હોય, કોઈ સમસ્યા હોય તો તેણે સામાજિક પળોજળમાં પોતાનું જીવન બગાડવું જોઈએ નહીં.

સમાજના આ વિચારો સામે મહિલાઓ કેવી રીતે લડી શકે છે?
આ માટે મહિલાઓએ સ્વતંત્ર અને પગભર હોવું જરૂરી છે. આ કેસમાં પરિવારનો રોલ અગત્યનો છે. દીકરીઓને ખુબ જ ભણાવીને પગભર કરવી જોઈએ. તો બીજી તરફ ભણેલી-ગણેલી છોકરીઓએ પણ નાની-નાની વાતમાં છૂટાછેડા ન લેવા જોઈએ. જો વાત મોટી છે અને સાસરિયાવાળાઓ ત્રાસ આપે છે પતિ સાથે રહેવું મુશ્કેલ છે, તે સમયે જ છૂટાછેડા લેવા જોઈએ.

8 વાતોના આધાર પર પતિ અથવા પત્ની એકતરફી છૂટાછેડાની માગ કરી શકે છે.

  • પતિ અથવા પત્ની એકબીજાનો વિશ્વાસઘાત કરીને કોઈ ત્રીજા વ્યક્તિ સાથે સંબંધ રાખે.
  • પતિ અથવા પત્ની પૈકી કોઈ એક દ્વારા શારીરિક હિંસાનો દોષિત હોય.
  • એકબીજા સાથે માનસિક હિંસા કરવામાં આવી હોય.
  • લગ્ન બાદ પતિ અથવા પત્ની 2 વર્ષથી વધુ સમયથી સાથે ન રહેતા હોય.
  • ધર્મપરિવર્તન માટે મજબૂર કરવામાં આવે તો પણ છૂટાછેડા મળી શકે છે.
  • જો બંનેમાંથી કોઈ એક સંન્યાસ લે તો પણ છૂટાછેડા મળી શકે છે.
  • કોઈ એક પાર્ટનર સાત વર્ષથી ગુમ અને બીજા પાર્ટનરને આ અંગે કોઈ જાણકારી ન હોય ત્યારે.
  • કોઈ ગંભીર બીમારી હોય તો તે કિસ્સામાં પણ છૂટાછેડા મળી શકે છે.

 

Comments

Popular posts from this blog

વિશાખા v/s. રાજસ્થાન રાજ્ય કેસ વિશ્લેક્ષણ

આમુખ વિશે આટલું જાણો

બાળ મજૂરી વિષે ટૂંકી સમજ