Posts

લગ્નની નોધણી

 લગ્ન નોંધણી કરાવવાની એક્દમ સરળ રીત ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે આથી જ આપણા કાયદામા લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી  છે. કોઇ પણ દંપતિ માટે લગ્ન રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. ભણેલા હોય કે અભણ તેમને તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજયમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઇઓનાં અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત જણાતા ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો છે. આજના યુવાધન માટે લગ્ન નોંધણી જરૂરી છે. લગ્ન નોંધણી ધ્વારા નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે છે. લગ્ન નોંધણી એ બહુ જ સરળ પ્રકિયા છે. મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની રીત: લગ્ન નોંધણી કરાવવા જવા માટે જરૂરી દસ્તાવેજો અને સૂચનો નીચે મુજબ છે. ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ (ઓનલાઇન ફોર્મ ઉપલબ્ધ છે.) વર કન્યાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્ની ખરી નકલ વર કન્યાના ચૂંટ્ણીકાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ વર તથા કન્યાના બંનેનાં બે બે પાસપોર્ટ સાઇઝ્ના ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો ગોર મહારાજનો દાખલો, કંકોત્રી ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ ગોર મહારાજ તેમજ...

બે ભાઇ વચ્ચેની વાર્તા

 બે ભાઈ વચ્ચે કોર્ટ મા કેશ ચાલતો હતો બંન્ને ભાઈ એકજ બાઈક પર બેસી ને કોર્ટ મા જાય.મોટા ભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી એટલે આપણે એકજ બાઈક પર બેસી ને જઈએ એટલે ઞામને ખબર ના પડે કે આપણે બેય ભાઈ બોલતા નથી .નાનો ભાઈ કહે ભાઈ તમે કહો તેમ.પણ કેશ તો હુંજ જીતીશ મોટા ભાઈ કહે ભલે તું જીતે .પછી તો હર મહીને એકજ બાઈક પર બેસી ને કોર્ટ મા જાય .અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોર્ટ ની બહાર આવી ને એની ચપલ શોધે છે પણ મળતી નથી એટલે મોટા ભાઈ પુચ્છા કરે છે ભાઈ શું શોધે છે? ત્યારે નાના ભાઈએ કીધું ભાઈ મારા ચપ્પલ નથી મળતા આપણે અંદર ગયા ત્યારે અહીંજ કાઢી ને રાખ્યા હતાં. ત્યારે મોટા ભાઈ એ કહ્યું ભાઈ તારા ચપ્પલ મેં છાંયડે રાખ્યા છે હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તળકો આવી ગયો હતો એટલે મને થયું કે મારા ભાઈ ના પગ બળશે. એટલે મેં જઈને છાંયડે મુકયા છે.. ત્યારે નાના ભાઈએ કેશ ના કાગડીયા ફાળી નાખ્યા અને મોટા ભાઈ ને ભેટી પડયો .ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોર્ટ મા ભાઈ સાથે લડવા આવ્યો હતો.પણ આજે ખબર પડી કે જે ભાઈ મારા પગ નો બળવા દે એ કોઈ દિવશ મારા વિસે ખરાબ નો વિચારે અને ના ...

મામેરાની રીત( એક નવી વિચારધારા)

 ✍️એક લગ્નપ્રસંગે ની વાત છે મામેરાની વિધિ વખતે મામેરું વધાવતી એક બેનની આંખોમાંથી આંસુ પડતા હતા. કારણ એ હતું કે આ બહેનના ભાઈ મામેરામાં જે લાવ્યા હતા એના કરતાં ઘણું વધારે બીજી બહેનોના ભાઈઓ લાવ્યા હતા. બહેનને આંસુ એટલે નહોતો આવ્યા કે ભાઈ ઓછું લાવ્યો છે પણ એ એટલે રડી રહી હતી કે બીજી બાઈઓ એના ભાઈનું સામાન્ય મામેરું જોઈને મજાક ઉડાવતી હતી. મને લાગે છે કે આ મામેરાની વિધિ પિયારીયાની આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે આપે એની સામે વાંધો નથી પણ જે માંડમાંડ જીવન નિર્વાહ કરતા હોય એનું જાહેરમાં અપમાન કરવાની આ પરંપરા બંધ થવી જોઈએ. કોઈ એક જ ભાઈને ચાર-પાંચ બહેનો હોય તો એ બાપડાની શુ દશા થતી હશે એ તો બિચારો એ જ જાણે. બહેનને કંઈ આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય ? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામને બતાવવાની શુ જરૂર ? સમય પ્રમાણે કેટલીક પરંપરાઓ બદલવાની જરૂર છે. મામેરું વધાવવાની વિધિને તિલાંજલિ આપીને ગરીબ બાપની દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેર અપમાન બંધ કરાવવા જેવું  ... #એક_વિચારધારા_એક_નવીદિશા ....🙏  *advocate bhupat*