Posts

Showing posts from March, 2021

10 મિનિટ બેસો

 ગવર્મેન્ટ ખાતામાં ૧૦ મિનિટ બેસો :  તમને લાગશે કે જીવન ખૂબજ મુશ્કેલ છે. દારૂડીયાવ સાથે ૧૦  મિનિટ પહેલાં બેસો :  તમે અનુભવશો કે જીવન ખૂબ જ સરળ છે. સાધુઓ અને સન્યાસી સાથે ૧૦ મિનિટ બેસો : તમને બધુ જ દાનમાં આપી દેવાનું મન થશે. કોઈ નેતા સાથે ૧૦  મિનિટ બેસો :  તમને લાગશે કે તમારા બધા અભ્યાસો  નકામા છે. લાઇફ ઇન્સ્યુરન્સ એજન્ટ સાથે ૧૦ મિનિટ બેસો : તમને લાગશે કે જીવવા કરતા મરી જવું વધુ સારું છે. વેપારીઓ સાથે ૧૦ મિનિટ બેસો :  તમને લાગશે કે તમારી કમાણી ખૂબ ઓછી છે. વૈજ્ઞાનિકો સાથે ૧૦ મિનિટ બેસો :  તમે તમારી પોતાની જ અજ્ઞાનતાનું પ્રચંડ અનુભવ થશે. સારા શિક્ષકો સાથે ૧૦  મિનિટ બેસો :  તમને ફરીથી વિદ્યાર્થી બનવાની ઇચ્છા થશે. ખેડૂત અથવા કામદાર સાથે ૧૦ મિનિટ બેસો : તમને લાગશે કે તમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. સૈનિક સાથે ૧૦  મિનિટ બેસો : તમને લાગશે કે તમારી પોતાની સેવાઓ અને બલિદાનનું કંઈજ મહત્વ નથી. *એક સારા મિત્ર સાથે ૧૦ મિનિટ બેસો :*  *તમને લાગશે કે તમારું જીવન સ્વર્ગ છે.* તમારી સાથે કેવી કંપની છે, એ મહત્વનું છે.

IPC 1860 પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ

પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A) *👉🏻Part-1 કલમ-6 થી 30👇🏻* *●કલમ - 6* અધિનિયમની વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે એમ સમજવું. ✔️આ અધિનિયમમાં 7 વર્ષથી ઓછી વ્યનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈપણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવા સામાન્ય અપવાદને ધ્યાને રાખી વ્યાખ્યા સમજવી પડે છે.● કલમ - 7* એકવાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ *●કલમ - 8* જાતિ  ✔️'તે' અને તેના સાધિત રૂપો નર (પુરુષ) કે નારી (સ્ત્રી) માટે વપરાય છે. ✔️આપણે પુરુષ માટે તે અને સ્ત્રી માટે તેણીનો ઉપયોગ કરીએ પરંતુ અહીં 'તે'માં તેણીનો પણ સમાવેશ થઈ જાય છે. *●કલમ - 9* : વચન *●કલમ - 10* : પુરુષ, સ્ત્રી *●કલમ - 11* :- વ્યક્તિ  ✔️વ્યક્તિ શબ્દમાં કોઈ કંપની, એસોસિએશન કે વ્યક્તિના મંડળનો પણ સમાવેશ થાય. ✔️કૃત્રિમ અથવા ન્યાયિક અથવા વૈધિક પણ સમાવિષ્ટ ✔️મૂર્તિ વૈધિક વ્યક્તિ છે, તે મિલકત ધારણ કરી શકે. ✔️મ્યુનિસિપાલિટી એક વ્યક્તિ છે. ✔️પૂરેપૂરી રીતે વિકસિત થયેલું ગર્ભમાંનું બાળક કે તેનું અલગ વ્યક્તિત્વ હોય તે પણ વ્યક્તિ છે. ✔️ભાગીદારી પેઢીને વ્યક્તિ ગણી શકાય નહીં ...

IPC 1860 પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5)

ભારતીય ફોજદારી અધિનિયમ, 1860 The Indian Penal Code, 1860 ●IPC ઘડનાર : લોર્ડ મેકોલે ●IPC મુસદ્દો તૈયાર થયો : ઇ.સ.1837 ●IPC પસાર થયો : 6 ઓક્ટોબર, 1860 ●IPC પસાર કરનાર ગવર્નર : લોર્ડ કેનિંગ ●IPCમાં કુલ કલમ : 511 ●IPCમાં પ્રકરણ : 23 ●લોર્ડ મેકોલે ભારતના સ્વતંત્રતા પહેલા રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા. ➖➖➖➖➖➖➖➖➖➖➖ પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5) ●કલમ - 1 : અધિનિયમ (સંહિતા)નું નામ અને તેના અમલનો વિસ્તાર ✔️આ 'ભારતનો ફોજદારી અધિનિયમ' કહેવાશે અને તે સમગ્ર ભારતમાં લાગુ પડશે. ●કલમ - 2 : ભારતમાં થયેલા ગુનાની શિક્ષા ✔️કોઈપણ જાતના ભેદભાવ વગર લાગુ પડશે. ✔️ભારતમાં કરેલ કોઇપણ ગુનો પછી ભલે તે વિદેશી વ્યક્તિ દ્વારા પણ થયો હોય. ✔️દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઈલ સુધી રાજ્યની હકૂમત અને 200 નોટિકલ માઈલ સુધી કેન્દ્ર સરકારની હકૂમત રહેશે. ●કલમ - 3 : ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા : ✔️ભારત બહાર જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો કદાચ તે દેશમાં તેને ગુનો ન ગણાય પરંતુ ખોટો પુરાવો આપવા બાબત IPCની કલમ 191 મુજબ ગુનો છે તો તેના પર ભારતીય અદાલતમાં ...