મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં
તમને થશે મે મેજિસ્ટ્રેટ અને જજ એમ બન્ને અલગ અલગ કેમ લખ્યું, આપણે સામાન્ય બોલચાલમાં જજ અને મેજિસ્ટ્રેટનો એક જ અર્થ કરતા હોઇયે છીયે. બન્ને ને એક જ ગણતાં હોઇએ છીએ આપણે એવુ માનીયે છીયે કે જજ કે મેજિસટ્રેટ એટલે ન્યાયાધીશ પરંતું એવું નથી. આ બન્ને અલગ અલગ છે. મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય. મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ. જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. આ એક આખો અલગ વિષય છે. એટલે એ બાબતે વધારે માહિતી નથી આપતાં. આપણે વાત કરી રહ્યા છીએ ફરીયાદ કરવા બાબતે. ¶ આપણાં ને એમ લાગે કે કોર્ટ જઈશું એટલે ન્યાય મળી જશે, સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. બધે જ ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણ પર કામ થાય છે. કોર્ટ પણ એમાંથી બાકાત નથી. તાલુકા કક્ષાના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય. દરેક...