પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ બાબતે આવું કહેવું છે
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ માટે પૂર્વમાં ભલે સહમતી હોય પણ ભવિષ્યમાં તે દર વખતે લાગૂ પડતી નથી. પછી ભલે ને અગાઉ સહમતીથી બંને વચ્ચે બંધાયા કેમ ન હોય. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જસ્ટિસ વિવેક પુરીએ કહ્યું કે, ના તો મતલબ ના છે. પછી ભલેને શરૂઆતમાં હા કેમ ન પાડી હોય. તેમણે કહ્યું કે, સહમતિ પાછી લેવી પૂર્વમાં આપેલી સહમતીને ખતમ કરી દે છે એટલા માટે બળજબરીપૂર્વક યૌન સંબંધ બનાવવું અસહમતિથી બનેલા સંબંધો કહેવાશે, જે આઈપીસીની કલમ 376 (બળાત્કાર) અંતર્ગત દંડાત્મક છે. જસ્ટિસ પુરીએ આ ટિપ્પણી એવા મામલામાં આપી છે, જ્યાં 35 વર્ષિય એક છૂટાછેડાવાળી મહિલાને એક શખ્સે તેની મરજી વિરુદ્ધ યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. આ શખ્સ અગાઉ મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી ચુક્યો છે. મામલાની અરજી દાખલ કરનારા આરોપીના વકીલે તર્ક આપ્યો હતો કે, મહિલાએ પ્રેમ સંબંધમાં નિષ્ફળ જતાં બળજબરીપૂર્વક વસૂલીના ઈરાદા સાથે આ કેસ દાખલ કર્યો છે અને બંને લોકો પૂર્વમાં સહમતિથી બનેલા સંબંધોના આધારે મામલો બનાવાની કોશિશ કરી. જસ્ટિસ પુરીએ એવું કહીને આ વાતનો જવાબ આપ્યો કે, એ સાચુ છે કે, કાયદામાં લિવ ઈન રિલ...