સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ
*સુપ્રીમ કોર્ટના કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબ ની અમૂલ્ય અને ઉપયોગી સલાહ.* ૧..... ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો. તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે, તે હકીકત નું ભાન થાય છે. ૨.... તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં. તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું દ્ઢ રીતે માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક ફક્ત ને ફક્ત તેની મા નો છે તમારો નહીં. ૩..... તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે, એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં. એ યાદ રાખો. ૪.....જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી ...